7 March 2012

હોળી..


. . .

હોળી કરી લાકડા સળગાવવાનું નહી ભુલે, દર્શિત
ભેદભાવ જે મનમાં ભરાયા છે તેને કોઇ નહી બાળે..

અસત્યનો સત્ય પર વિજય, હોય બે ઘડી મસ્તીની,
લાકડા બગાડી ઘી નો બગાડ કરવો એવું કહ્યું'તુ કોણે..

પ્રહલાદ બચ્યો'તો અને તેમાં હોળીકા બળી મરી'તી,
તુ દયાળુ.. કોઇ જીવ બળ્યાનો જરાય રંજ નહી કરે..

જેને હતુ વરદાન, ભક્તને બચાવવા તેને જ બાળી
ભોળો ભગવાન આમ ભક્તોમાં ભેદભાવ શીદ કરે..

ઉજવશે તહેવાર લોકો આજે માત્ર જીતની ખુશીનો,
તો પછી ધર્મ-અધર્મ જાણતા હોવાનો દંભ કેમ કરે..

કોઇ ભક્તને બચાવ્યાનો રંગ ઉડાડી તુ કર ઉમંગ
જેણે વરદાન દઇ જીવ લીધો, એ 'દર્શિત' નહી ભુલે..
. . .

No comments: